પહેલાં વીકમાં 'RRR'ના હિંદી વર્ઝને 131.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો
'RRR'એ 7 દિવસમાં 709.36 કરોડની કમાણી કરી
મુંબઇઃ એસએસ રાજામૌલીની જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત RRR એ થિયેટરોમાં એક સપ્તાહ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.7 દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડી નાખ્યાં છે. સાતમા દિવસે ફિલ્મ વિશ્વભરમાં રૂ. 30 કરોડથી વધુનું કલેક્શન કરવામાં સફળ રહી, આ રીતે કુલ કલેક્શન રૂ.700 કરોડથી વધુ થયું છે. RRR ઈતિહાસ રચવા જઈ રહી છે. આ ફિલ્મની કમાણી 700 કરોડ રુપિયાને પાર થઈ ગઇ છે.
પહેલા વીકમાં 'RRR'ના હિંદી વર્ઝને 131.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.ફિલ્મ રિલીઝ થયાના સાતમા દિવસે 'RRR'એ 11.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. 'RRR'એ 7 દિવસમાં 709.36 કરોડની કમાણી કરી છે. 'RRR'ના હિંદી વર્ઝને દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહારમાં સૌથી વધુ કમાણી કરી છે. મુંબઇ અને ગુજરાત-સૌરાષ્ટ્ર સર્કિટમાં ફિલ્મે સારો દેખાવ કર્યો છે.













