ઉત્તર પ્રદેશઃ મિર્ઝાપુર જિલ્લાના રહેવાસી મર્ચન્ટ નેવી ઓફિસર મનીષ દ્વિવેદી 7 મેથી અમેરિકાના પેન્સિલવેનિયા બંદર પરથી ગુમ છે. તેઓ જહાજ દ્વારા અમેરિકા પહોંચ્યાં હતા, અને તેમનો પરિવાર 7 મેથી તેમનો સંપર્ક કરી શક્યો નથી. મનીષના અચાનક ગુમ થવાથી અને શિપિંગ કંપની દ્વારા યોગ્ય જવાબ ન આપવાથી પરેશાન પરિવારના સભ્યો પોલીસ અધિક્ષક અપર્ણા રજત કૌશિક, જિલ્લા મેજિસ્ટ્રેટ પવન કુમાર ગંગવાર અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલને મળ્યાં અને તેમની શોધ માટે અપીલ કરી હતી.
મિર્ઝાપુરના મર્ચન્ટ નેવી ઓફિસર મનીષ દ્વિવેદી અમેરિકામાં ગુમ, તેમના છેલ્લા શબ્દો આ હતા

પાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના ચૌહાણ પટ્ટી ગામના રહેવાસી ગુમ થયેલા મનીષ દ્વિવેદી, મર્ચન્ટ નેવીમાં સેકન્ડ ઓફિસર છે અને હાલમાં સિફનોસ લેડી જહાજ પર પોસ્ટેડ છે, જ્યાંથી તેઓ 18 એપ્રિલે રવાના થયા હતા. પરિવારના સભ્યોના જણાવ્યાં અનુસાર, પેન્સિલવેનિયાના માર્ક્સ હૂકમાં જહાજના આગમન પછી, કેપ્ટન, ચીફ ઓફિસર મનીષ અને કેડેટ ઓફિસર પ્રાંજલ મોલમાં ગયા હતા. મોલમાંથી ત્રણ લોકો પાછા ફર્યા, પણ મનીષ ન આવ્યાં. જ્યારે કેપ્ટને ફોન કર્યો, ત્યારે મનીષે કહ્યું, તમે લોકો કેબ લો, હું 10 મીનિટમાં ત્યાં પહોંચીશ. પરંતુ તે પછી તેમણે ફોન ઉપાડ્યો નહીં.
મનીષના ગુમ થયા પછી, ગેરી ગોમ્સ નામના એક વ્યક્તિએ ઘરે ફોન કરીને જાણ કરી કે મનીષ ચાર કલાકથી જહાજમાંથી ગુમ છે. જ્યારે પરિવારે મનીષને વોટ્સએપ પર મેસેજ કર્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. આ પછી, જ્યારે કંપનીના કાર્યાલય અને અધિકારીઓ, વેસ્ટર્ન ક્રૂ મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનો સંપર્ક કરવાનો ફરી એક પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેઓ હવે પરિવારને યોગ્ય રીતે જવાબ આપી રહ્યા નથી. કંપનીના આ અનિર્ણાયક વલણને કારણે પરિવાર અત્યંત ભયભીત અને ચિંતિત છે.
મનીષના પિતા સંતોષે જણાવ્યું કે તેમના પુત્ર તેના મિત્રો સાથે યુએસ બંદર ગયા પછી તેનો કોઈ પત્તો નથી, જેના કારણે ઘરમાં બધાની હાલત ખરાબ છે. આ બાબતે પરિવારે સાંસદ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલને મળ્યા. પટેલે જણાવ્યું કે પરિવારનો સંપર્ક કર્યા પછી, તેમણે વિદેશ મંત્રીને પત્ર લખ્યો અને વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહને પણ વ્યક્તિગત રીતે મળી મદદ માંગી છે.
આ પણ વાંચો
કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો

વૈશ્વિક તણાવ વચ્ચે મોટો પ્રસ્તાવઃ અમેરિકા સૈન્ય દબાણ હટાવે તો 7 દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવા ઈરાન તૈયાર

સુદાનમાં 7 દિવસમાં બીજી વખત સોનાની ખાણ ધસી પડી, 11 કામદારોના મોત અને 30 ઘાયલ


કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો

વૈશ્વિક તણાવ વચ્ચે મોટો પ્રસ્તાવઃ અમેરિકા સૈન્ય દબાણ હટાવે તો 7 દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવા ઈરાન તૈયાર









