અમેરિકામાં વારંવાર થઇ રહ્યું છે ફાયરિંંગ
લોકોમાં દોડધામ મચી ગઇ, પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી
અમેરિકાઃ ઓહાયોના ટોલેડો શહેરોમાં તહેવારની ઉજવણી થઇ રહી હતી, ત્યારે અચાનક જ જોરદાર ફાયરિંગનો અવાજ આવતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

આ ફાયરિંગમાં અનેક લોકો ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ ખસેડીને પોલીસે સ્થિતી કાબૂમાં લીધી છે. Toledo Policeએ જણાવ્યું છે કે હુમલા માટે જવાબદાર શખ્સની શોધખોળ થઇ રહી છે, તેને ઝડપથી પકડી લેવામાં આવશે.
લોકો જ્યારે તહેવારની ઉજવણીની મજા લઇ રહ્યાં હતા, ત્યારે જ કોઇએ આ હુમલો કરી દીધો હતો, હાલમાં લોકોને ત્યાંથી દૂર ખસેડી દેવામાં આવ્યાં છે, પોલીસ આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, નોંધનિય છે કે અમેરિકામાં ગન કલ્ચરને લીધે વારંવાર ફાયરિંગના બનાવો બની રહ્યાં છે, જેમાં અનેક લોકોનાં મોત થઇ ગયા છે.