પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકના મામા છૂટક તથા જથ્થાબંધ રેતી-કપચીનો વ્યવસાય કરે છે અને આ સમગ્ર વ્યવસાયની દેખરેખ ફરિયાદી પોતે રાખે છે. આ કાર્ટિંગ વ્યવસાયમાં તેઓની કુલ 6 ટ્રકો નિયમિત દોડે છે. દરમિયાન સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના આર્મ એ.એસ.આઈ. કિરણભાઈ રમણભાઈ રોહીત (બ.નં. 103) દ્વારા આ ટ્રકોને રસ્તા પર આવતા-જતા અટકાવી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
આ હેરાનગતિ બંધ કરવાના અવેજમાં એ.એસ.આઈ. વતી એક ખાનગી વ્યક્તિ અમિતકુમાર નગીનભાઈ પ્રજાપતિ (ઉં.વ. 43, ધંધો- સિવિલ કોન્ટ્રાક્ટર) મારફતે વહીવટ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રક દીઠ રૂ. 1500 લેખે 6 ટ્રકના કુલ રૂ. 9000 લાંચ પેટે માંગવામાં આવ્યા હતા.
ફરિયાદી આ લાંચની રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. જેના આધારે એસીબીની ટીમે તા. 28-10-2026ના રોજ સુરતમાં માંડવી રોડ પર કરંજ ટોલનાકા પાસે આવેલી 'સહયોગ હોટલ' ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
આ છટકા દરમિયાન ટ્રાફિક એ.એસ.આઈ. કિરણભાઈ રોહીતની ગર્ભિત સંમતિથી આરોપી અમિતકુમાર પ્રજાપતિએ ફરિયાદી પાસેથી રૂ. 9000 ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી.
ટ્રેપીંગ અધિકારી :- કે.એન.વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા સ્ટાફ
મદદમાં:- આર.કે.ગોસાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર, વડોદરા શહેર એ.સી.બી.પો.સ્ટે તથા સ્ટાફ
ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ આધારે
સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા (૧) ASI કિરણભાઇ રમણભાઇ રોહીત (૨) સીવીલ કોન્ટ્રાક્ટર (ખાનગી વ્યક્તિ) અમીતકુમાર નગીનભાઇ પ્રજાપતિ રૂ.૯૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. આરોપી નં.(૧) ની ધરપકડ બાકી.
@sanghaviharsh @PIYUSH_270871 https://t.co/BB3MFYkTfK
— ACB Gujarat (@ACBGujarat)
ટ્વીટ જુઓ ↗