- ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન
- 18 જૂને મતદાન થશે
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની આગામી ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામો નવા જ છે, જે જરા પણ ચર્ચામાં ન હતા.













