નવી દિલ્હીઃ આજકાલ WhatsApp ચેટ્સ લીક થવાના સમાચારો તમે સતત વાંચી રહ્યા હશો. બૉલીવુડમાં Drugsના કેસની તપાસ ચાલી રહી છે અને NCB એક પછી એક બૉલીવુડ સ્ટાર્સથી Drugsના કેસમાં પૂછપરછ કરી રહી છે. 

દરમિયાન અનેક સેલિબ્રિટીઝના વોટ્સએપ ચેટ્સ પણ સામે આવી રહ્યા છે. Drugs કેસની તપાસ ચાલી રહી છે અને આવામાં  WhatsApp ચેટ્સ લીક હોવું કોઇ સામાન્ય વાત નથી. કારણ કે વૉટ્સએપ દાવો કરે છે કે વૉટ્સએપ પર કરવામાં આવતી ચેટ્સ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનવાળા હોય છે. સેન્ડર અને રિસીવર ઉપરાંત તેને કોઇ પણ નહીં, ત્યાં સુધી કે વૉટ્સએપ પણ નથી વાંચી શકતું. 

અહીં ક્લિક કરીને તમે વાંચી શકો છો કે વૉટ્સએપ લીક કેવીરીતે થઇ રહ્યા છે. પરંતુ આમ છતાં તમારે એ જાણવું જરૂરી છે કે વૉટ્સએપ ચેટ લીક કેવી રીતે થાય છે પરંતુ તમારે એ પણ જાણવું જરૂરી છે કે વોટ્સએપ ચેટ લીક થતાં કેવી રીતે બચી શકાય છે. આના માટે કેટલીક ચીજો તમારે જાણવી ઘણી જ જરૂરી છે. 

WhatsAppથી ડાયરેક્ટર ચેટ નહીં, પરંતુ ઇનડાયરેક્ટ ચેટ્સ લીક થઇ શકે છે અને તમને તેની જાણ નહીં હોય. એન્ડ ટુ એન્ડ વૉટ્સએપ ચેટ્સ તો થાય છે, પરંતુ કંપની એ સ્પષ્ટ કહી ચુકી છે કે આનો બેક અપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી હોતું.