OpenAIના જણાવ્યાં અનુસાર, ChatGPTએ માત્ર બે મહિનામાં 20 કરોડ નવા યુઝર્સ ઉમેર્યા છે. કંપનીના કન્ઝ્યુમર પ્રોડક્ટ લીડ એડમ ફ્રાયે ChatGPTની વધતી લોકપ્રિયતા, Google સાથેની સરખામણી, AI ઇમેજ જનરેશન અને Chat તથા Work મોડને એકસાથે લાવવાની યોજનાને લઈને મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં OpenAIનું ChatGPT સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. કંપનીના તાજેતરના આંકડા અનુસાર, ChatGPTનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને હવે તેનું સર્ચ વોલ્યુમ Googleના કુલ સર્ચ વોલ્યુમના આશરે 20 ટકા સુધી પહોંચી ગયું છે.
OpenAIના જણાવ્યાં અનુસાર, ChatGPTના સાપ્તાહિક સક્રિય યુઝર્સની સંખ્યા માત્ર બે મહિનામાં 1 અબજથી વધીને 1.2 અબજ થઈ ગઈ છે. એટલે કે, માત્ર 60 દિવસમાં પ્લેટફોર્મ સાથે 20 કરોડ નવા યુઝર્સ જોડાયા છે.
આ ઉપરાંત, દર અઠવાડિયે ChatGPTની મદદથી આશરે 150 કરોડ ઇમેજ જનરેટ કરવામાં આવે છે. જ્યારે Voice Mode અને વોઇસ ડિક્ટેશનનો ઉપયોગ કરતા સાપ્તાહિક સક્રિય યુઝર્સની સંખ્યા પણ મળીને 25 કરોડ સુધી પહોંચી ગઈ છે.













