Gujaratpost Fack check: સોશિયલ મીડિયા અને એઆઈના યુગમાં દરરોજ ખોટા સમાચારો અને ખોટા વીડિયો વાયરલ થાય છે. આ ખોટા સમાચારોથી તમને સાવધાન કરવા માટે અમે તમારા માટે હકીકત તપાસ લાવ્યાં છીએ. ફેક ન્યૂઝનો તાજેતરનો કિસ્સો ભગવાન વિષ્ણુજીની મૂર્તિ સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર થઈ રહ્યો છે.
વીડિયોમાં દરિયાની અંદર એક મૂર્તિ દેખાય છે, જેના વિશે યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે તે શેષશૈયા પર બેઠેલા હિન્દુ ધર્મના ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. આ પ્રતિમા ઇન્ડોનેશિયાના બાલી ટાપુ નજીક સમુદ્રમાં વૈજ્ઞાનિકોની સંયુક્ત શોધ ટીમ દ્વારા મળી આવી હતી અને આ પ્રતિમા 5,000 વર્ષથી વધુ જૂની છે.
આ વાયરલ દાવો ફેક્ટ ચેકમાં સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે. અમારી તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો વાસ્તવિક નથી પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. વપરાશકર્તાઓ આ AI જનરેટ કરેલા વીડિયોને ભ્રામક દાવાઓ સાથે શેર કરી રહ્યાં છે.
શું વાયરલ થઈ રહ્યું છે ?













