અમદાવાદના મહમૂદપુરામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ
આ હૃદયદ્રાવક ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યો
15 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

અમદાવાદના મહમૂદપુરામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ
આ હૃદયદ્રાવક ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યો
15 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા
અમદાવાદ: મહમૂદપુરામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 9 લોકોનાં મોત થયા છે અને 15 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા ફાયરબિગ્રેડ, એમ્બ્યુલન્સ સહિતની ટીમ સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.
વસ્ત્રાલ વિસ્તારમાં બપોરના સમયે રામોલ- ગતરાડ રોડ પરની મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ઘટનાની જાણ થતાં મેયર, કમિશનર સ્થળ પર પહોંચ્યાં છે. મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ફેક્ટરી ચલાવતો હોવાનું જણાય છે. દુર્ઘટનાને લઈને મનુષ્ય વધનો ગુનો દાખવામાં આવ્યો છે.
લાઇસન્સ રદ હોવા છતાં ફટાકડાની ફેક્ટરી કાર્યરત હતી
પોલીસે જણાવ્યું કે ફટાકડાની ફેક્ટરીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું, તેમ છતાં તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ બચાવ કામગીરી માટે સૌપ્રથમ RAFના જવાનો પહોંચ્યા હતા. હાલમાં જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરાઇ છે.







