અમદાવાદઃ એસીબીએ જોરદાર મોટું ઓપરેશન કરીને લાખો રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે. સુશ્રી પ્રિતલબેન જશુભાઇ ચૌધરી, પો.સ.ઇ, બોપલ પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય અને દિલીપકુમાર મફતભાઇ ભોઇ, અ.હે કોન્સ, શીલજ બીટ, બોપલ પોલીસ સ્ટેશન અમદાવાદ સામે મોટી કાર્યવાહી કરી છે.
ACB ટ્રેપઃ લાંચ તો લાખોમાં જ જોઇએ, હવે બોપલના મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ રૂ.5 લાખની લાંચમાં સપડાયા

લાંચની માંગણીની રકમ : રૂપિયા 5 લાખ રિકવર કરવામાં આવ્યાં છે.
ગુનાનુ સ્થળ: બોપલ પોલીસ સ્ટેશન શીલજ બીટ, સાયબર ક્રાઇમની ઓફીસ
ફરીયાદીના વિરૂધ્ધમાં બોપલ પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીની તપાસ આ મહિલા પીએસઆઇ કરતા હતા. તપાસ ઉપરથી ફરીયાદીની વિરૂધ્ધમાં ગુનો દાખલ નહીં કરવાના કામે આ કામના આરોપીએ 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અંતે 5 લાખ રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ.
ફરીયાદીએ ખેડા એ.સી.બી પોલીસ સ્ટેશન, નડીયાદ ખાતે ફરિયાદ આપી હતી, જેને આધારે ગોઠવેલા લાંચના છટકામાં હેડ કોન્સ્ટેબલ આવી ગયો હતો. તેને પોતાના મોબાઇલ ફોનથી આરોપી પીએસઆઇને ફોન કરીને સ્પીકર ફોનથી વાત કરી હતી અને લાંચના નાણાં મળી ગયા હોવાનું જણાવ્યું હતુ. હાલમાં મહિલા પીએસઆઇ ફરાર છે.
ટ્રેપીંગ અધિકારી: એ.આર.પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેકટર, ખેડા એ.સી.બી પોલીસ સ્ટેશન નડીયાદ તથા ટીમ
સુપરવિઝન અધિકારી: એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ
આ પણ વાંચો
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ એરપોર્ટ પર ઓપરેશનઃ ટ્રોલી બેગમાં અંદાજે 72 લાખ રૂપિયાની સોનાની પેસ્ટ સાથે મુસાફર ઝડપાયો

ચોમાસાની વિદાય રેખા ડીસા- નલિયા પરથી પસાર:સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

શંકરસિંહ વાઘેલાના જાતિવાદી નિવેદનથી આક્રોશ, પાટીદાર,બ્રહ્મ અને જૈન સમાજે કહ્યું માફી માંગો


અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ એરપોર્ટ પર ઓપરેશનઃ ટ્રોલી બેગમાં અંદાજે 72 લાખ રૂપિયાની સોનાની પેસ્ટ સાથે મુસાફર ઝડપાયો

ચોમાસાની વિદાય રેખા ડીસા- નલિયા પરથી પસાર: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે









