મુંબઇઃ બોલીવુડમાંથી દુઃખદ સમાચાર આવ્યાં છે. પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા મુકુલ દેવનું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું છે. અભિનેતાએ 54 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના મૃત્યુના સમાચાર મળતા જ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું. અભિનેતાના પરિવારને મોટો આઘાત લાગ્યો છે.  

મુકુલ બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી

મુકુલ દેવ સાથે ફિલ્મ સન ઓફ સરદારમાં કામ કરનાર અભિનેતા વિંદુ દારા સિંહે અભિનેતાના મૃત્યુંના સમાચારની પુષ્ટિ કરી છે. મુકુલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારબાદ તેમણે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે.