મુંબઇઃ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'એ કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા છે. 90નાં દશકમાં કશ્મીરી પંડિતોને કાશ્મીર છોડવા મજબૂર કરાયા હતા, તેના પર બનેલી આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ભારતમાં આ ફિલ્મ માત્ર 630 સ્ક્રીન્સ પર જ રિલીઝ કરવામાં આવી હતી, ધ કશ્મીર ફાઈલ્સે પહેલા દિવસે 3.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરંતુ બીજા દિવસથી આ ફિલ્મની કમાણીમાં ઘણો વધારો જોવા મળ્યો. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે ત્રણ દિવસની અંદર જ 27.15 કરોડનો બિઝનેસ કર્યો છે.અને રિલીઝનાં 4 જ દિવસમાં આ ફિલ્મની કુલ કમાણી 43.04 કરોડ રૂપિયા થઇ ગઈ છે. ધ કશ્મીર ફાઈલ્સે રવિવારે એટલે કે રજાનાં દિવસે 15.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને વર્કિંગ ડે હોવા છતાં સોમવારે ફિલ્મે 15.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી, પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે.
ફિલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર પર













