- શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસે ACB નું સફળ ઓપરેશન
- અગાઉ પણ રૂ. 3.82 લાખ પડાવ્યાં હોવાનો ઘટસ્ફોટ
અમદાવાદઃ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની લાંચ પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. ACB એ શાહીબાગ વિસ્તારમાં સફળ ટ્રેપ ગોઠવીને ખાનગી વ્યક્તિને રૂ. 4,07,500 ની રોકડ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે.













