- અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટની કાર્યવાહી
અમદાવાદ: યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર મારવાના ચકચારી કેસમાં ચાંગોદર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ સોનલ રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે આ કાર્યવાહી અંગે પુષ્ટિ કરતા જણાવ્યું કે, મહિલા પીએસઆઈ દ્વારા કરવામાં આવેલી આ અમાનવીય મારામારીને ગંભીરતાથી લઈને તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.













