- લેવા આવેલા પતિ સાથે અગાશી પર બોલાચાલી થતાં હુમલો કર્યો
- પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
- ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
અમદાવાદ: અમરેલીના એક દંપતી વચ્ચે ચાલતા પારિવારિક કંકાસનો લોહિયાળ અંજામ અંત આવ્યો હતો. પતિ સાથે અણબનાવ બનતાં અમદાવાદમાં બહેનના ઘરે રહેવા આવેલી પત્નીને સમજાવવા આવેલા પતિએ ઉશ્કેરાઈ જઈ છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ પસ્તાવો થતાં અને પોલીસના ડરથી પતિએ વતન પરત ફરતી વખતે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલી પત્ની હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.













