- નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યાં
- થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો
અમદાવાદઃ શહેરમાં અતિભારે વરસાદે ભારે તારાજી કરી નાખી છે. માત્ર 9 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું છે. વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ છે, જેના પગલે તંત્ર દ્વારા અમદાવાદની તમામ સ્કૂલોમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં, હવામાન વિભાગ દ્વારા સાંજે 4થી રાત્રે 7 વાગ્યા સુધી શહેર માટે રેડ એલર્ટ પણ આપાવમાં આવ્યું છે.













