- યુવકના હાથ પર લખ્યું છે- 'મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના'
- હાથ પર લખેલા નંબરે ખોલ્યું ઓળખનું રહસ્ય
અમદાવાદ: સાબરમતી નદીમાંથી સતત બીજા દિવસે મૃતદેહ મળતાં ચકચાર મચી છે, ગઈકાલે નદીમાંથી એક માનવ કંકાલ મળી આવ્યાં બાદ, આજે સવારે વધુ એક યુવકની તરતી લાશ મળી આવતાં રિવરફ્રન્ટ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૃતક યુવકના હાથ પર માર્મિક સંદેશ સાથે પિતાનો ફોન નંબર લખેલો મળ્યો છે, જેમાં લખ્યું હતું કે, 'મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના'.













