નવી દિલ્હીઃ Googleએ પોતાના પ્લેટફોર્મ પ્લે સ્ટોર પરથી 17 એપ્સ હટાવી દીધી છે. આ એપ Joker નામના માલવેરથી ઇન્ફેક્ટેડ જોવા મળી. હાલમાં કેલિફોર્નિયા બેઝ્ડ સિક્યોરિટી ફર્મે આ એપ્સને લઇને ગૂગલને ચેતવણી આપી હતી.
મહત્વનું છે કે જોકર માલવેર નવો નથી અને પહેલા પણ આના દ્ધારા એપ્સ યૂઝર્સના ડેટાની ચોરી કરતી હતી.પહેલા પણ ગૂગલે જોકર માલવેરવાળી કેટલીક એપ્સને હટાવી દીધી હતી. હકીકતમાં આ એપ્સ સ્પાઇવેરનું કામ કરતી હતી. એટલે કે સ્માર્ટફોન્સનો ડેટા કલેક્ટ કરતી હતી. તેમાં એસએમએસ મેસેજ, કૉન્ટેક્ટ લિસ્ટ અને ડિવાઇસની જાણકારી સામેલ છે.
Zscaler સિક્યોરિટીએ કહ્યું છે, ‘આ સ્પાઇવેર એપ્સને મેસેજ, કૉન્ટેક્ટ લિસ્ટ, ડિવાઇસ ઇન્ફોર્મેશન જેવા ડેટા ચોરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. એટલું જ નહીં આ એપ્સ યૂઝર્સને ચેતવ્યા વગર વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ એટલે WAP સર્વિસમાં સાઇન-અપ પણ કરતા હતા. જો કે, જ્યાં સુધી ગૂગલે આ એપ્સને પોતાના પ્લે સ્ટોરથી હટાવી દીધી ત્યાં સુધીમાં તો આ એપ્સને 1.20 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવી ચુકી હતી.
તમે પણ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી આ એપ્સને ઇન્સ્ટોલ કરી છે તો તત્કાળ ડિલીટ કરી દો. કારણ કે આ એવી એપ્સ છે જે યુટિલિટી બેઝ્ડ છે અને લોકો તેને મોબાઇલના નાના કામો માટે ઇન્સ્ટોલ કરે છે.













