શિયાળાની ઋતુ આવતા જ બજારમાં તાજા અને રસદાર જામફળ સરળતાથી મળવા લાગે છે. સ્વાદમાં ઉત્તમ અને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી હોવાથી મોટાભાગના લોકો માને છે કે જામફળ ખાવાથી કોઈ નુકસાન થતું નથી. ઘણીવાર લોકો અડધો કિલો કે એક કિલો જામફળ લઈ આવે છે અને એક જ દિવસમાં આખું ખાઈ જાય છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ આ એક મોટી ભૂલ છે.
જામફળમાં ભરપૂર માત્રામાં વિટામિન C અને ફાઈબર હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ વધુ પડતા ફાઈબરને કારણે એકસાથે વધુ જામફળ ખાવાથી પેટ બગડી શકે છે. તેથી તેનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
એક દિવસમાં કેટલું જામફળ ખાવું યોગ્ય છે ?
વજન મુજબ પ્રમાણ: એક દિવસમાં લગભગ 120 ગ્રામથી 150 ગ્રામ જામફળ ખાવું પૂરતું છે.











