ઇટલીઃ ફોર્ઝા ઇટાલિયા પાર્ટીના નેતા ડેબોરા બર્ગમિનીએ ઇન્ડિયા સમિટમાં મત ચોરી સંબંધિત ટિપ્પણી કરવા બદલ યુરોપિયન સોશિયલિસ્ટ પાર્ટીના નેતા જિયાકોમો ફિલિબેકની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે વ્યૂહાત્મક ભાગીદાર (strategic partner) દેશના આંતરિક મામલામાં આ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય નથી. ભારતમાં પોતાની એક મજબૂત અને સ્થાપિત સિસ્ટમ છે, જ્યાં અન્ય દેશોના નેતાઓએ ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી.
હૈદરાબાદમાં ઇટલીના નેતા દ્વારા વોટ ચોર, ગદ્દી છોડ જેવા નારા લગાવવા પર ડેબોરા બર્ગમિનીએ મોદી સરકારનો બચાવ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધનારા જિયાકોમો ફિલિબેકને જવાબ આપતા તેમણે ભારતની લોકતાંત્રિક સંસ્થાઓ અને ચૂંટણી પ્રણાલીની ભરપૂર પ્રશંસા કરી હતી.
બર્ગમિનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું:
યુરોપિયન હોવાના નાતે આપણે એવા દેશને લોકશાહીનો પાઠ ભણાવવો ખોટો માનીએ છીએ, જે 97 કરોડ નાગરિકોને મતદાન કરવાનો અધિકાર આપે છે. દરેક વિવાદ અને સમસ્યાનું સમાધાન લોકશાહીના નિયમોનું પાલન કરીને જ થવું જોઈએ.

















