SBI UPI Service Update: ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેન્ક દ્વારા 19 નવેમ્બર, 2026ના રોજ બપોરે 1:15થી 2:00 વાગ્યા સુધી UPI સેવા અસ્થાયી રૂપે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બેન્કના જણાવ્યાં અનુસાર, નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે,આ સમય દરમિયાન ગ્રાહકો UPI Lite મારફતે ડિજિટલ પેમેન્ટ કરી શકશે.
મેન્ટેનન્સના કારણે 45 મિનિટ UPI સેવા રહેશે બંધ
દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ગ્રાહકોને આ અંગે જાણ કરી છે. બેન્કની જાહેરાત મુજબ, 19 નવેમ્બરના રોજ બપોરે 1:15 વાગ્યાથી 2:00 વાગ્યા (IST) સુધી SBIની UPI સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં.
આ સમયગાળા દરમિયાન SBI મારફતે થતી સામાન્ય UPI પેમેન્ટ સેવાઓમાં કામચલાઉ વિક્ષેપ આવી શકે છે. જો કે, બેન્કે સ્પષ્ટતા કરી છે કે મેન્ટેનન્સની કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ થવાની પણ શક્યતા છે.














