થાઈલેન્ડઃ પર્યટકો માટે ફેમસ એવા પ્રવાસી ટાપુ ફુકેતમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાથી 11 લોકોનાં મોત થયા છે અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ન્યૂઝ એજન્સી રોયટર્સને આપેલી માહિતી મુજબ, આગ વહેલી સવારે લાગી હતી અને  આસપાસની અન્ય ઇમારતોમાં પણ ફેલાઈ ગઈ હતી, ત્યાર બાદ મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ આગ એવી ઇમારતમાં લાગી હતી જ્યાં વાહનો ભાડે આપવાનો વ્યવસાય (vehicle rental business) ચાલતો હતો. થાઈલેન્ડના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, ફાયરકર્મીઓએ લગભગ બે કલાક સુધી ભારે જહેમત કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ઈજાગ્રસ્તોમાંથી 15 થાઈ નાગરિકો છે, જ્યારે 1 વ્યક્તિ મ્યાનમારનો રહેવાસી હતો, અને અન્ય દેશોના લોકો પણ સામેલ છે.

આગ એટલી તીવ્ર હતી કે તેણે આસપાસની ઇમારતોને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી, જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઇ છે. નોંધનિય છે કે આ દુર્ઘટનામાં કોઇ પણ ભારતીયોના નામો સામેલ નથી.

news thai fire