2. 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, અંદાજે 75 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે પવન
હવામાન વિભાગે 16 નવેમ્બરે અંદમાન-નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન વધુ ખરાબ થઈ શકે છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં પવનની ઝડપ 55થી 65 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે પવનની ગતિ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. જેથી દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
3. ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ, બિહારમાં હવામાન રહેશે શુષ્ક
ચક્રવાતી સિસ્ટમની અસર દેશના તમામ વિસ્તારોમાં એકસરખી જોવા નહીં મળે.ઉત્તર પ્રદેશમાં 16 નવેમ્બરે વરસાદની ખાસ શક્યતા નથી, પરંતુ બરેલી અને કુશીનગર સહિતના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ છવાઈ શકે છે.
બીજી તરફ,બિહારમાં આગામી દિવસોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15થી 21 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદની કોઈ ખાસ સંભાવના નથી.
4. દિલ્હી-NCRમાં ઠંડીનો ચમકારો, સવારે ધુમ્મસની શક્યતા
દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં પણ હવામાનની અલગ સ્થિતિ જોવા મળશે. અહીં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે, જ્યારે વહેલી સવારે હળવું ધુમ્મસ છવાઈ શકે છે.
આગાહી મુજબ, દિલ્હી-NCRમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. એટલે કે અહીં વરસાદ કરતાં ઠંડી અને ધુમ્મસની અસર વધુ જોવા મળી શકે છે.
5. રાજસ્થાન,હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં કેવું રહેશે હવામાન ?
રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં 16 નવેમ્બરે હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. આ રાજ્યોમાં ભારે વરસાદ કે હિમવર્ષા અંગે કોઈ મોટા એલર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
જો કે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીને કારણે દેશના વિવિધ વિસ્તારોમાં હવામાનની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.
6. દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી
બંગાળની ખાડીમાં ડિપ્રેશન વધુ મજબૂત બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવી જરૂરી છે. તેજ પવન અને વરસાદની આગાહીને પગલે માછીમારો તથા દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.