નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધીના સંસ્મરણ પુસ્તક ‘Belonging: A Journey of Love’ના વિમોચન પ્રસંગે પરિવાર સાથે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સાઓ શેર કર્યા હતા. દરમિયાન તેમણે કેમ્બ્રિજની એક રેસ્ટોરન્ટ સાથે જોડાયેલી જૂની યાદો તાજી કરી હતી. જો કે,આ કિસ્સામાં સૌથી વધુ ચર્ચા તેમના એક રમૂજી જવાબની થઈ રહી છે.
કેમ્બ્રિજની રેસ્ટોરન્ટમાં માતા-પિતાની પહેલી મુલાકાત
રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમના માતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ગાંધીની પહેલી મુલાકાત કેમ્બ્રિજની ‘વર્સિટી રેસ્ટોરન્ટ’માં થઈ હતી. વર્ષો પહેલાં જ્યારે તેઓ પોતે કેમ્બ્રિજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે પોતાની ગર્લફ્રેન્ડ સાથે આ રેસ્ટોરન્ટની મુલાકાતે ગયા હતા.
તેમણે જણાવ્યું કે રેસ્ટોરન્ટમાં પહોંચ્યાં બાદ તેમણે પોતાની ગર્લફ્રેન્ડને કહ્યું હતું કે આ એ જ જગ્યા છે જ્યાં તેમના માતા-પિતાની પહેલી મુલાકાત થઈ હતી. જ્યારે તેમણે ત્યાંના સ્ટાફને આ વાત જણાવી, ત્યારે એક કર્મચારીએ તરત જ તેમને ઓળખી લીધા હતા અને દાયકાઓ જૂની ઘટના યાદ કરી હતી.

















