ઓડિશાઃ બંગાળની ખાડીમાં સર્જાયેલું ભીષણ ચક્રવાતી તોફાન 'અકવાન' (Akvan) ઝડપથી ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તોફાનના સંભવિત ખતરાને જોતા ઓડિશા સરકારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ માહિતી આપી છે કે અત્યાર સુધીમાં અંદાજે 50,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
સરકારની રાહત કામગીરી માટે તૈયારીઓ
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રાજ્ય સરકારની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય તોફાન દરમિયાન 'શૂન્ય જાનહાનિ' (Zero Casualty) સુનિશ્ચિત કરવાનો છે. આ માટે નીચાણવાળા વિસ્તારોમાંથી મોટા પાયે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ લોકોને ગંજામ જિલ્લામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યાં છે. ઉપરાંત ગજપતિ, કંધમાલ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લાના સંવેદનશીલ ગામોમાંથી પણ લોકોને ખસેડવાની કામગીરી તેજ કરવામાં આવી છે.
3,000 શેલ્ટર હોમ તૈયાર, 20 કરોડનું ફંડ ફાળવાયું















