જૂનાગઢઃ શહેરના GIDC-02 વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં કાળજું કંપાવી દે તેવી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જે પિતાની આંગળી પકડીને નાનકડી બાળકી પાપા પગલી ભરતાં શીખી હતી, અજાણતાં જ એ જ પિતાની મીની ટ્રક નીચે આવી જતાં ત્રણ વર્ષની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
કચરો ભરીને ટ્રક આગળ વધારતાં સર્જાઈ દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રણજીતકુમાર શાહ જૂનાગઢના GIDC-02 વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં પોતાની મીની બોલેરો ટ્રક લઈને કચરો ભરવા માટે આવ્યા હતા. કારખાનામાંથી કચરો ભરવાની કામગીરી પૂર્ણ થયા બાદ રણજીતકુમારે ટ્રકને આગળ હંકારી હતી. જોકે, ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા પિતાને એ વાતનો જરાય અંદાજ નહોતો કે તેમની ત્રણ વર્ષની વ્હાલસોયી દીકરી નંદિની રમતાં-રમતાં બરાબર ટ્રકની આગળના ભાગમાં આવી ગઈ છે.
ઘટનાસ્થળે જ માસૂમ નંદિનીએ દમ તોડ્યો

















