GTA 6ની સૌથી મોટી ખાસિયત તેની સ્ટોરી અને વિશાળ ગેમિંગ વર્લ્ડ છે. આ વખતે ખેલાડીઓને Leonida નામના કાલ્પનિક રાજ્યમાં પ્રવેશવાની તક મળશે, જે અમેરિકાના ફ્લોરિડા રાજ્યથી પ્રેરિત છે. જ્યારે Vice City મિયામી શહેરથી પ્રેરિત કાલ્પનિક શહેર છે.
આ ગેમમાં બે મુખ્ય પાત્રો રજૂ કરવામાં આવ્યાં છે:
Jason Duval: ક્રાઇમની દુનિયા સાથે જોડાયેલું એક મહત્વનું પાત્ર.
Lucia Caminos: GTA શ્રેણીની કહાનીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું નવું પાત્ર.
બંને પાત્રોની આસપાસ ગૂંથાયેલી ક્રાઇમ અને એક્શનથી ભરપૂર કહાની ગેમર્સને નવો અનુભવ આપશે.
કયા ડિવાઇસમાં રમી શકાશે GTA 6 ?
હાલમાં GTA 6 PlayStation 5 અને Xbox Series X/S માટે ઉપલબ્ધ છે. જોકે, PC ગેમર્સ માટે હજુ રાહ જોવી પડશે, કારણ કે PC વર્ઝનના લોન્ચિંગ અંગે અલગથી સત્તાવાર માહિતીની જરૂર છે.
GTA 6 ડાઉનલોડ કરવા કેટલું સ્ટોરેજ જોઈએ ?
GTA 6ની ફાઇલ સાઇઝ આશરે 212GB હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે ગેમ ડાઉનલોડ કરતાં પહેલાં તમારા કન્સોલમાં પૂરતી સ્ટોરેજ સ્પેસ હોવી જરૂરી છે. જોકે, અંતિમ ફાઇલ સાઇઝ પ્લેટફોર્મ અને અપડેટ પ્રમાણે બદલાઈ શકે છે.
શું GTA 6 PUBGને આપશે ટક્કર ?
આ સવાલ અત્યારે ગેમિંગ જગતમાં સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે. PUBG અને GTA 6 બંને ગેમ્સનો ગેમિંગ અનુભવ એકદમ અલગ છે. PUBG મુખ્યત્વે બેટલ રોયલ અને મલ્ટિપ્લેયર સર્વાઇવલ ગેમ છે, જ્યારે GTA 6 ઓપન-વર્લ્ડ એક્શન અને સ્ટોરી આધારિત ગેમ છે.
તેથી બંને વચ્ચે સીધી સ્પર્ધા કરવી યોગ્ય નથી. જો કે, GTA 6ની લોકપ્રિયતા અને લાંબા સમયથી ચાલી રહેલી રાહને જોતા તે ગેમિંગ માર્કેટમાં નવો રેકોર્ડ બનાવી શકે છે.
GTA 6 ના ટ્રેલરે પહેલેથી જ મચાવી હતી ધમાલ
ગેમ લોન્ચ થાય તે પહેલાં જ તેના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી. રિલીઝના પ્રથમ 24 કલાકમાં ટ્રેલરને YouTube પર 9.3 કરોડથી વધુ વ્યૂઝ મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.આ જ કારણ છે કે GTA 6ને લઈને ગેમર્સમાં આટલો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.
હવે જોવાનું એ રહેશે કે GTA 6 લોન્ચ થયા બાદ ગેમિંગની દુનિયામાં કેટલા નવા રેકોર્ડ બનાવે છે અને શું તે PUBG જેવી લોકપ્રિય ગેમ્સની વચ્ચે પોતાની અલગ ઓળખ ઊભી કરી શકે છે.