અમદાવાદઃ ગોતામાં સિલ્વર ઓક કોલેજ પાસે યુવતી પર ક્રેન ફરી વળતા ઘટના સ્થળે જ મોત થયું છે. ચાલક ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસ તેની અટકાયત કરી હતી.
પ્રેરણા નિનામા નામની 19 વર્ષની યુવતી સિલ્વર ઓક કોલેજમાં બીએસસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે કોલેજ જઇ રહી તે સમયે પાછળથી ચાલકે તેની પર ક્રેન ચડાવી દીધી હતી. આ ઘટનાના CCTV પણ સામે આવ્યાં છે.













