- કાળા વાવટા બતાવીને મંત્રીના કાફલાને રોકવાનો પ્રયાસ
- શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરાઇ
અમદાવાદઃ દેશભરમાં NEET પરીક્ષાના પેપર લીક કાંડને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપેલા આક્રોશ વચ્ચે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો. પેપર લીક વિવાદના ભયથી મંત્રીની આ મુલાકાતને અત્યંત ગુપ્ત રાખવામાં આવી હોવા છતાં, NSUI ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને તંત્રની ઊંઘ હરામ કરી દીધી હતી.













