- 250 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડાયા
- ધમકીભર્યો સંદેશ કોણે અને કયા હેતુથી મોકલ્યો હતો તે દિશામાં તપાસ શરૂ
- 7 મહિના પહેલા પણ કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું
અમદાવાદઃ એરપોર્ટ પર સોમવારે સાંજે સાઉદી અરેબિયાથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બની ધમકી મળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. પાયલટે પરિસ્થિતિની ગંભીરતા સમજીને વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી હતી.













