અમદાવાદઃ સરખેજ વિસ્તારમાં ઓનર કિલિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પુત્ર સાથે મળીને પુત્રીના માથા પર હથોડી મારીને હત્યા કરી નાખી હતી. બાદમાં, આ હત્યાને અકસ્માત તરીકે દર્શાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ખબર પડી કે પિતા અને પુત્રએ સાથે મળીને પુત્રીની હત્યા કરી છે, ત્યારે પોલીસ પણ ચોંકી ગઇ હતી. પોલીસે હત્યાનો કેસ નોંધીને મોહમ્મદ ફારૂક અને તેના પુત્ર મોહમ્મદ હાબેલની ધરપકડ કરી લીધી છે.
પિતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રીની હત્યા, પછી અકસ્માતની કહાની કહી, અમદાવાદ ઓનર કિલિંગ કેસ તમને ચોંકાવી દેશે

12 ઓગસ્ટની રાત્રે અમદાવાદમાં એક અકસ્માતમાં તેના ભાઈ સાથે મુસાફરી કરી રહેલી એક યુવતીનું મોત થયું હતું. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું હતુ કે પિતા અને પુત્રએ આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. એક યુવાન સાથેનો તેનો વીડિયો વાયરલ થયા પછી, પિતા અને ભાઈએ યુવતીને હથોડીથી મારી નાખી હતી.
ફતેહવાડી વિસ્તારની રહેવાસી 22 વર્ષીય સોફિયા બોપલની નિકી હોસ્પિટલમાં કામ કરતી હતી. પોલીસે જણાવ્યું હતું કે 12 ઓગસ્ટની રાત્રે સોફિયાનો ભાઈ મોહમ્મદ હાબેલ તેને બાઇક પર લઈ જઈ રહ્યો હતો ત્યારે સમૃદ્ધ ડેરી પાસે એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી, જેના કારણે સોફિયા અને હાબેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સોફિયાનું મોત નીપજ્યું હોવાની ફરિયાદ મળી હતી. ટ્રાફિક પોલીસ પાસેથી માહિતી મળ્યાં બાદ એમ ડિવિઝન પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ભાઈ હાબેલે જે રસ્તા પર અકસ્માત થયો હોવાનું કહ્યું હતું ત્યાં કોઈ અકસ્માત થયો ન હતો.
સીસીટીવી ફૂટેજની તપાસ કર્યાં પછી, પોલીસને આખો મામલો શંકાસ્પદ લાગ્યો કારણ કે ઘટના સ્થળે બીજું કોઈ વાહન દેખાતું ન હતું. તેઓએ મૃતકના ભાઈ હાબેલની પૂછપરછ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન, હાબેલ અને તેના પિતા મોહમ્મદ ફારૂકે હત્યાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક સોફિયાનો એક યુવાન સાથેનો વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે સામાજિક બદનામીનો ભય હતો.
12 ઓગસ્ટના રોજ, વરસાદ દરમિયાન, તેઓએ હત્યાને અંજામ આપ્યો હતો. તેઓએ કામ પર જવા માટે સોફિયાનો રસ્તો પસંદ કર્યો કારણ કે ત્યાં ઘણા સીસીટીવી કેમેરા ન હતા અને અંધારું હતું, જેના કારણે પિતા અને પુત્ર ભાગી શક્યા હતા. હાબેલ અને ફારૂક સોફિયા કામ કરતી હતી તે હોસ્પિટલમાં ગયા હતા, તેઓ સોફિયાને બાઇક પર લઈને પાછા ફરી રહ્યાં હતા. દરમિયાન, યોજના મુજબ, હાબેલ તેની સાથે એક હથોડી લાવ્યો હતો, અને તેણે તેનો ઉપયોગ સોફિયાના માથા પર મારવા માટે કર્યો હતો. જ્યારે સોફિયા બેભાન થઈ ગઈ, ત્યારે તેને બાઇક પરથી ધક્કો મારી દીધો હતો અને તેના માથા પર હથોડીથી બે વાર માર્યો હતા.
પિતા અને પુત્ર સોફિયાના શ્વાસ બંધ થાય ત્યાં સુધી રાહ જોતા રહ્યાં. સોફિયાના મોત પછી, તેઓ તેના શરીરને બાઇક પર રાખીને ફરતા રહ્યાં હતા. થોડે દૂર ચાલ્યાં પછી, તેઓએ સોફિયાની લાશને રસ્તાની બાજુમાં સુવડાવી દીધી હતી. પોલીસની શંકા ટાળવા માટે એબેલે પોતાને ઇજા પહોંચાડી હતી અને બાઇકને નુકસાન પહોંચાડ્યું હતુ, જેથી તે અકસ્માત જેવું લાગે. સમગ્ર ઘટનાને અંજામ આપ્યાં પછી, ફારૂક પગપાળા ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે શરૂઆતમાં તેને અકસ્માત તરીકે તપાસ કરી, પરંતુ એક મહિના પછી, જ્યારે તેમને ખબર પડી કે તે હત્યા છે, ત્યારે પિતા અને પુત્રની ધરપકડ કરાઇ હતી.
આ પણ વાંચો
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

હવામાં મોતના તાંડવ સામે ગુજરાતી પાયલટની ખુમારી:ગુજરાત સરકાર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરશે

PMLA કેસમાં ED અમદાવાદની મોટી કાર્યવાહી:ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયાની રૂ. 43.65 કરોડની સંપત્તિ જપ્ત


અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

હવામાં મોતના તાંડવ સામે ગુજરાતી પાયલટની ખુમારી: ગુજરાત સરકાર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરશે









