અમદાવાદઃ પહેલા ગુજરાત ATS એ જૈશ સાથે સંકળાયેલા 8 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદની પૂછપરછ અને તપાસને આધારે હવે વધુ 5 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ગુજરાત ATS એ આ રાષ્ટ્રવિરોધી કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિઓ તેમજ સંબંધિત સાક્ષીઓની પૂછપરછ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોની સ્થાનિક પોલીસની મદદથી સંબંધિત વ્યક્તિઓને ATS ની કચેરીએ લાવવામાં આવ્યાં હતા. આતંંકીઓએ સ્થાનિક સ્તરે બોમ્બ બનાવવાનો અને તેનો ઉપયોગ કરવાનો 7 વખત પ્રયાસ કર્યો હતો. તેમને સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા અને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. થોડા દિવસો પહેલા પકડાયેલા 8 આતંકવાદીઓ પાસેથી તેમના વિશે માહિતી મળી હતી.
ધરપકડ કરાયેલા પાંચ આતંકવાદીઓની ઓળખ
1. બિલાલ આબીદભાઈ શેરા (24 વર્ષ)
મૂળ સ્થળ: શેરવાસ, ચાતવડા, પાટણ જિલ્લો.
વર્તમાન સરનામું: હોટેલ દિવ્યા પેલેસ, બેંક ઓફ બરોડાની ઉપર, કઠવાડા GIDC, અમદાવાદ.
શિક્ષણ: જમીયત-ઉલ-ઉલૂમ મદ્રેસા, ગડા.














