- મુખ્યમંત્રી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે
- કર્ણાવતી ક્લબ પાછળ આવેલા કરોડો રૂપિયાના બંગલાઓમાં પાણી ભરાયા
અમદાવાદઃ શહેર અને આસપાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદને પગલે પશ્ચિમ અમદાવાદના બોપલ સહિતના વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે રૂબરૂ બોપલ વિસ્તારની મુલાકાત લઈ ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ સમીક્ષા કરી હતી.













