- અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવી રેલીને કોંગ્રેસ પ્રેરિત બનાવી
- ગાંધીનગર કૂચ પહેલા જ વૈષ્ણોદેવી સર્કલે પોલીસે રેલી અટકાવી
- ઓગણજ પાસે જ સભા યોજી સમેટી લેવાની ગણતરીથી સામાન્ય ખેડૂતો ચિંતામાં
અમદાવાદઃ પાવર ગ્રીડ વીજ કંપનીઓની દાદાગીરી અને અન્યાય સામે વીરમગામથી શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન હવે એક નવો વળાંક લઈ ચૂક્યું છે. જે આંદોલન ખેડૂતોએ પોતાના હક્ક અને યોગ્ય વળતર મેળવવા માટે શરૂ કર્યું હતું, તે અમદાવાદની સરહદે પહોંચતા જ સંપૂર્ણપણે રાજકીય રંગમાં રંગાઈ ગયું, વીરમગામથી ખેડૂતો ટ્રેક્ટરો લઈને જ્યારે અમદાવાદ પહોંચ્યાં ત્યારે આ રેલીમાં કોંગ્રેસના નેતાઓની એન્ટ્રી થઈ હતી. વિપક્ષના નેતા અમિત ચાવડાએ પોતે ટ્રેક્ટર ચલાવીને વિરોધ નોંધાવ્યો હતો, જેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે વિપક્ષ આ મુદ્દાને સરકાર સામે મોટું હથિયાર બનાવવા માંગે છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી રહી છે.













