- હાઈકોર્ટ ચીફ જસ્ટિસની આકરી ટકોર
- નિષ્પક્ષ તપાસ માટે સિનિયર અધિકારીની બદલી અનિવાર્ય
- 2019ના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન
અમદાવાદ: સુરતમાં આરોપીઓને જાહેર રસ્તા પર માર મારવાના અને તેમનું સરઘસ કાઢવાના ચકચારી કેસમાં હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આ મામલે લેવાયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સુરતના ડીસીપી (DCP) રાજદીપસિંહ નકુમની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે.













