- સાંજે 4 કલાક સુધી પુરા થતા 10 કલાકમાં 109 તાલુકાઓમાં વરસાદ
- 10 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ
- આવતીકાલે પણ ભારે વરસાદની છે આગાહી
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતને વરસાદે બાનમાં લીધું હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યમાં 199 તાલુકામાં વરસાદ પડ્યો છે.
નવસારીના ખેરગામમાં 16.05 ઇંચ, ઉમરપાડામાં 15.28 ઇંચ, ઉમરગામમાં 13.78 ઇંચ, ચીખલીમાં 13.11 ઇંચ, પારડીમાં 11.22 ઇંચ, ગણદેવીમાં 10.83 ઇંચ, નેત્રંગમાં 10.63 ઇંચ, મહેમદાબાદમાં 10.08 ઇંચ, નાનાપોંઢામાં 10.04 ઇંચ, વલસાડમાં 0.04 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
માંડલમાં 9.49 ઇંચ, વાંસદામાં 9.17 ઇંચ, ધરમપુરમાં 8.98 ઇંચ, વઘાઈમાં 8.46 ઇંચ, કપરાડામાં 8.31 ઇંચ, માતરમાં 8.11 ઇંચ, બેચરાજીમાં 8.11 ઇંચ, વિરમગામમાં 7.95 ઇંચ, વાપીમાં 7.6 ઇંચ, ધોળકામાં 7.44 ઇંચ વરસાદ પડ્યો હતો.













