અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ, એકની ધરપકડ
અમેરિકન નાગરિકોને નકલી લોનના ખોટા વચનો આપીને છેતરવામાં આવ્યાં હતા
રૂ. 50,000 થી વધુ મૂલ્યના ડિજિટલ સાધનો જપ્ત
અમદાવાદઃ શહેરમાં વિદેશીઓને નિશાન બનાવતા ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રહેણાંક ફ્લેટમાંથી કોલ સેન્ટર ચલાવતા 38 વર્ષીય મહેશ શ્રીચંદ શ્રોફની ધરપકડ કરવામાં આવી છે.
તલાશી દરમિયાન પોલીસે રૂ. 50,000 થી વધુ મૂલ્યના ડિજિટલ સાધનો પણ જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ કેશ એડવાન્સ અમેરિકા નામની નકલી ફાઇનાન્સિંગ કંપનીના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ બનાવી હતી.














