દીલીપસિંહ બુધાજી ઉર્ફે બુધાભાઇ ચૌહાણ, હોદ્દો: લાયસન્સ સર્વેયર, જીલ્લા નિરિક્ષક જમીન અને દફતર કચેરી, નડીયાદ, જી.ખેડાની ધરપકડ
જમીન માપણી કરવા માટે લીધી હતી લાંચ

દીલીપસિંહ બુધાજી ઉર્ફે બુધાભાઇ ચૌહાણ, હોદ્દો: લાયસન્સ સર્વેયર, જીલ્લા નિરિક્ષક જમીન અને દફતર કચેરી, નડીયાદ, જી.ખેડાની ધરપકડ
જમીન માપણી કરવા માટે લીધી હતી લાંચ
ગુનાનુ સ્થળ: નડિયાદ બસ સ્ટેશનની બહાર આવેલ સાંઇબાબા પકોડી સેન્ટરની અંદર, નડીયાદ
ખેડાઃ ફરીયાદીએ પોતાના તથા પોતાના નાના ભાઇ અને પોતાના કાકાના દિકરાઓએ 2023 માં રજીસ્ટ્રર અઘાટ વેચાણ દસ્તાવેજથી ખેતી લાયક જમીન ખરીદેલી. જે જમીનના કુલ હિસ્સામાંથી ફરીયાદીના ભાગે તથા ફરીયાદીના નાનાભાઇના ભાગે અને ફરીયાદીના કાકાના દિકારાઓના ભાગે જમીનના કુલ ક્ષેત્રફળ માંથી ભાગ (હિસ્સા) ની વહેચણી કરવા ગુજરાત સરકારની આઇ.ઓ.આર.એ. વેબ સાઇટ ઉપર જમીનના હિસ્સા માપણી કરવા અંગેની ઓન લાઇન અરજી કરી હતી.
સર્વેયરએ જમીન ખાતે જઇને હિસ્સા માપણી કરી હતી અને ફરીયાદીનું નિવેદન લીધેલું, પરંતુ જમીન હિસ્સા માપણીનો ખુંટ મારેલી નહી. જેથી ફરીયાદીએ હિસ્સા માપણીનો ખુંટ મારવા જણાવતા આરોપીએ વ્યવસ્થિત રીતે માપણી કરી આપવા અને કોઇ વાંધો નહીં કાઢવા તેમજ માપણીની કામગીરી પુરી કરી આપવાના અવેજ પેટે 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવીને પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદને આધારે ગોઠવેલા છટકામાં આરોપી આવી ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટેશન તથા ટીમ
સુપરવિઝન અધિકારી: એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી, અમદાવાદ એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ







