અમદાવાદઃ એસીબીએ વધુ એક સફળ ટ્રેપ કરી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગના એક જૂનિયર કલાર્ક ટેક્સ બિલમાં નામ દાખલ કરવાની કામગીરી માટે લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાયો છે.
ACB ટ્રેપઃ ટેક્સ બિલમાં નામ દાખલ કરવા લાંચ માંગતો AMCનો જૂનિયર ક્લાર્ક ઝડપાયો

ફરિયાદીએ પોતાના મકાનના ટેક્સ બિલમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરાવવા માટે મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્સ વિભાગ, AMC (દાણાપીઠ) ખાતે અરજી કરી હતી. આ કામગીરી મંજૂર કરવાના અવેજ પેટે જૂનિયર કલાર્ક જય દિનેશ કુલકર્ણી (ઉ.વ.33 વર્ષ, વર્ગ-3, ટેક્ષ મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્સ વિભાગ, એએમસી સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ) એ ફરિયાદીની ઓફિસે જઈને રૂા. 5000 ની લાંચની માંગણી કરી હતી.
તેમાંથી રૂ. 3000 આરોપીએ જે-તે સમયે ફરિયાદીની ઓફિસમાં જ સ્વીકારી લીધા હતા અને બાકીના રૂ. 2000 બે-ચાર દિવસમાં ચૂકવી દેવા જણાવ્યું હતું. જો કે, ફરિયાદી બાકીની લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે એ.સી.બી. દ્વારા ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી બાકીના રૂ. 2000 ની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.એ તેને ઘટના સ્થળે જ દબોચી લીધો હતો.
એ.સી.બી. અધિકારીઓની ટીમ
ટ્રેપીંગ ઓફિસર: વી.ડી. ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન)
સુપર વિઝન અધિકારી: એમ.એચ. પુંવાર (મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ)
ઈન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા (નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ)
આ પણ વાંચો
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

PMLA કેસમાં ED અમદાવાદની મોટી કાર્યવાહી:ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયાની રૂ. 43.65 કરોડની સંપત્તિ જપ્ત

ચોમાસાની વિદાય રેખા ડીસા- નલિયા પરથી પસાર:સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે


અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

PMLA કેસમાં ED અમદાવાદની મોટી કાર્યવાહી: ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયાની રૂ. 43.65 કરોડની સંપત્તિ જપ્ત









