અમદાવાદઃ આજે એર ઇન્ડિયા 171 ક્રેશની પહેલી વર્ષગાંઠ છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના અંતિમ રિપોર્ટમાં હજુ બે મહિનાનો સમય લાગી શકે છે. તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને ખાતરી આપી હતી કે કંઈ છુપાવવામાં આવશે નહીં અને તમામ તારણો આખરે જાહેર કરવામાં આવશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે

અમદાવાદથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું બોઇંગ 747-8 ડ્રીમલાઇનર ક્રેશ થયું હતુ, તે છેલ્લા દાયકામાં વિશ્વની સૌથી ભયંકર હવાઈ દુર્ઘટના હતી, જેમાં આશરે 260 લોકોના મોત થયા હતા. હજુ પણ પરિવારો આ ભયાનક ઘટનાને ભૂલી શકતા નથી.
કંઈ છુપાવવામાં આવશે નહીં
સરકાર કહી રહી છે કે કંઈ છુપાવવામાં આવશે નહીં. બધી માહિતી જાહેર કરવામાં આવશે. તપાસ અંગેના કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોને પણ ફગાવી દીધા હતા, અને કહ્યું હતું કે કેટલીક અટકળો પાયાવિહોણી છે. GE એરોસ્પેસ દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી, જેના એન્જિન તપાસનો મહત્વપૂર્ણ ભાગ છે.
તપાસનું નિરીક્ષણ કરી રહેલા અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તપાસની પ્રગતિની સતત સમીક્ષા કરી રહ્યું છે. વરિષ્ઠ અધિકારીઓને નવા તારણો અને અંતિમ અહેવાલની તૈયારીની સ્થિતિ વિશે અપડેટ રાખવામાં આવી રહ્યા છે. મંત્રાલયે તપાસમાંથી બહાર આવતી કોઈપણ આંતરિક માહિતી અથવા સંવેદનશીલ વિગતોથી સ્પષ્ટપણે પોતાને દૂર રાખ્યું છે.
AAIB અંતિમ અહેવાલ જાહેર કરતા પહેલા સ્ટેટસ રિપોર્ટ જારી કરવાનું વિચારી શકે છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) ના નિયમો હેઠળ, તપાસકર્તાઓ આવી વચગાળાની માહિતી જાહેર કરવા માટે કોઈ આંતરરાષ્ટ્રીય બંધન હેઠળ નથી.
આ પણ વાંચો
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

PMLA કેસમાં ED અમદાવાદની મોટી કાર્યવાહી:ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયાની રૂ. 43.65 કરોડની સંપત્તિ જપ્ત

હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર


અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

PMLA કેસમાં ED અમદાવાદની મોટી કાર્યવાહી: ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયાની રૂ. 43.65 કરોડની સંપત્તિ જપ્ત









