- શાકભાજી વેચીનેે બે માસૂમ બાળકોનું પેટ ભરતી હતી મહિલા
- અમદાવાદમાં સારવાર દરમિયાન તોડ્યો દમ
અમદાવાદઃ પાટણ શહેરમાંથી વ્યાજખોરોના ત્રાસની મોટી ઘટના સામે આવી છે. માત્ર રૂ. 5000 ના વ્યાજની પઠાણી ઉઘરાણીના વિવાદમાં એક વિધવા મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પીડિતાનું સારવાર દરમિયાન 13 જુલાઈના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસે હવે આ કેસમાં હત્યાની કલમ ઉમેરીને કાયદાકીય ગાળિયો મજબૂત કર્યો છે.













