વાઈબ્રન્ટ ફેસ્ટિવ કલ્ચર અમદાવાદ શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ તરીકે ઉભરી આવ્યું છે: સ્કાયસ્કેનર

અમદાવાદના દર બેમાંથી એકથી વધુ પ્રવાસીઓ હવે તેમની રજાઓનું આયોજન મુખ્યત્વે સાંસ્કૃતિક અનુભવોને ધ્યાનમાં રાખીને કરે છે

જ્યારે વારસો, તહેવારો અને આધ્યાત્મિક યાત્રાઓ શહેરના પ્રવાસ માટેની સૌથી મજબૂત પ્રેરણાઓ તરીકે ઉભરી આવ્યાં છે

અમદાવાદ: અગ્રણી વૈશ્વિક ટ્રાવેલ એપ સ્કાયસ્કેનરે 'ધ ઇન્ડિયા કલ્ચર ટ્રાવેલ ઇન્ડેક્સ'ના તારણો જાહેર કર્યા છે, જેમાં અમદાવાદના પ્રવાસીઓમાં સંસ્કૃતિ-આધારિત પ્રવાસ કરવાની વધતી જતી પસંદગી સામે આવી છે. 50 ટકા પ્રતિભાવદાતાઓએ અમદાવાદની સાંસ્કૃતિક ઓળખને તેની સમૃદ્ધ ઉત્સવ પરંપરાઓ, તેની રસોઈ પરંપરા, આધ્યાત્મિક સ્થળો અને ગાંધીવાદી વારસા સાથે સૌથી વધુ નજીકથી જોડે છે. આ સાંસ્કૃતિક મૂલ્યો હવે લોકોના પ્રવાસના નિર્ણયોને પણ પ્રભાવિત કરી રહ્યાં છે.