ટેકસાસઃ અમેરિકાના ટેક્સાસમાં એક ભારતીય પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. પરિવારના પુત્રએ તેના માતા, પિતા અને દાદીના માથામાં ગોળી મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. યુવક પંજાબના નવાશહર જિલ્લાના લખપુર ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તે માત્ર 19 વર્ષનો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

શું છે આખો મામલો ?

ટેક્સાસના એલ્ટન શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની ગોળીબારમાં હત્યાના કેસમાં ગૌરવ ચોપરા નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. હિડાલ્ગો કાઉન્ટી શેરિફ ઓફિસ અનુસાર, મૃતકોની ઓળખ 56 વર્ષીય સ્વિતા રામ, 46 વર્ષીય કમલેશ રાની અને 73 વર્ષીય મિંદર કૌર તરીકે થઈ છે. ત્રણેયના માથામાં ગોળી વાગવાથી મોત થયા હતા.

યુવાનનો ભાઈ માંડ માંડ બચ્યો