- 3 થી 5 સપ્ટેમ્બરના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમો મુલતવી રખાયા
- ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત રેલવેના વિકાસકાર્યોની નવી તારીખો આગામી દિવસોમાં જાહેર કરાશે
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો આગામી 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ કોઇ કારણોસર મુલતવી રાખવામાં આવ્યો છે. તેમના આ નિર્ધારિત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સંસદીય મતવિસ્તાર સહિત રાજ્યમાં અનેક મહત્વના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાવાના હતા, જે હવે મોકૂફ રખાયા છે.













