- ટેસ્ટિંગ કીટમાં થયો હાઇડ્રોપોનિક ગાંજાનો ખુલાસો
- ટ્રોલી બેગમાં ખાણી-પીણીના પેકેટ્સની અંદર ચાલાકીપૂર્વક ડ્રગ્સના 22 પેકેટ છુપાવ્યાં હતા
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વખત ગાંજો ઝડપાયો છે. કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરતા બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 4 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ગણાતા આ ડ્રગ્સ સાથે મહારાષ્ટ્રના ઉલ્હાસનગરના એક 40 વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.













