થરાદઃ બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા થરાદ મામલતદાર કચેરી ખાતે એક છટકું ગોઠવીને લાંચિયા તત્વો સામે કાર્યવાહી કરાઇ છે. કચેરીના રેકર્ડ રૂમમાં પ્રમાણિત નોંધની નકલ આપવાના બદલામાં રૂ.200 ની લાંચ સ્વીકારતા કરાર આધારિત પટાવાળાને એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો.
થરાદ મામલતદાર કચેરીનો કરાર આધારિત પટાવાળો માત્ર આટલા રૂપિયાની લાંચમાં ઝડપાયો

એ.સી.બી. વિભાગને અગાઉથી એક આધારભૂત માહિતી મળી હતી કે થરાદ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ જમીનની નોંધો મંજૂર કરવા તેમજ નોંધોની પ્રમાણિત નકલ મેળવવા આવતા અરજદારો પાસેથી રૂ. 100 થી લઈને રૂ.2000 સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરે છે. આ વ્યાપક ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે એ.સી.બી.ની ટીમ દ્વારા એક જાગૃત નાગરિકને સાથે રાખીને છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આયોજન મુજબ, ડીકોયર જ્યારે થરાદ મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાં પ્રમાણિત નોંધની નકલ લેવા માટે ગયા, ત્યારે ત્યાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા આરોપી કિરીટભાઈ વાઘજીભાઈ સોનીએ નકલ આપવાના અવેજ પેટે રૂ.200 ની લાંચની માંગણી કરી હતી. ડીકોયરે આ રકમ આરોપીને આપતા જ, એ.સી.બી.ની ટીમે ત્રાટકીને આરોપીને લાંચની રકમ રૂ. 200 સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો. એ.સી.બી.એ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સફળ ડીકોય કામગીરી બનાસકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન (પાલનપુર) ના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન એ.સી.બી. બોર્ડર ભૂજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ તેમજ એ.સી.બી. રાજકોટ એકમના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

ઓપરેશન ગંગાજળ, ગુજરાતમાં બે સિનિયર GAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ


અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા









