અમદાવાદઃ એસજી હાઇવે પર એક નિર્માણાધીન ઇમારતના 32મા માળે ક્રેનથી લટકતો એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના નિરમા યુનિવર્સિટી નજીક બની રહેલી એક ઇમારતમાં બની હતી. મૃતકની ઓળખ 22 વર્ષીય પ્રીતમ સિંહ તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો રહેવાસી છે અને બાંધકામ સ્થળ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરે છે.
અમદાવાદ
નિરમા યુનિવર્સિટી નજીક યુવકે ભર્યું ભયાનક પગલું, 32 માં માળે ક્રેન સાથે લટકીને કરી આત્મહત્યા
અમદાવાદઃ એસજી હાઇવે પર એક નિર્માણાધીન ઇમારતના 32મા માળે ક્રેનથી લટકતો એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના નિરમા યુનિવર્સિટી નજીક બની રહેલી એક ઇમારતમાં બની હતી. મૃતકની ઓળખ 22 વર્ષીય પ્રીતમ સિંહ તરીક

અહેવાલો અનુસાર નિર્માણાધીન ઇમારતમાં કામ કરતા આ મજૂરે બુધવારે સવારે ક્રેન પર યુવાનનો મૃતદેહ લટકતો જોયો હતો અને તરત જ પ્રોજેક્ટ એન્જિનિયરને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા, સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ક્રેન પરથી મૃતદેહ નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો.
સોલા પોલીસ સ્ટેશનના જણાવ્યાં અનુસાર, પ્રારંભિક તપાસમાં આ મામલો આત્મહત્યાનો હોવાનું જણાય છે. જો કે, યુવાનના આ પગલા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસને ઘટના સ્થળેથી એવી કોઈ વધુ માહિતી મળી નથી.
નિર્માણાધીન ઇમારતમાં કામ કરતા કામદારો અને અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટના પહેલા પ્રીતમ સિંહે કોની સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચો
અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ
PMLA કેસમાં ED અમદાવાદની મોટી કાર્યવાહી:ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયાની રૂ. 43.65 કરોડની સંપત્તિ જપ્ત

અમદાવાદ
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના


અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ
PMLA કેસમાં ED અમદાવાદની મોટી કાર્યવાહી: ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયાની રૂ. 43.65 કરોડની સંપત્તિ જપ્ત

અમદાવાદ








