- હત્યા કેસમાં પકડનાર હેડ કોન્સ્ટેબલને આંગળી ચીંધીને કહ્યું- હવે તને જીવતો નહીં છોડું
- સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો વાયરલ
- હત્યા કેસના મુખ્ય સાક્ષીને ધમકાવતો હતો આરોપી
અમદાવાદઃ ખાડિયામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના કાર્યકરની હત્યાના ગુનામાં જેલની સજા કાપી રહેલો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવ્યાં બાદ જાહેરમાં દારૂ પીને અને ફટાકડા ફોડીને આતંક મચાવી રહ્યો હતો. ખાડિયા પોલીસ જ્યારે તેની ધરપકડ કરવા ગઈ ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ તેણે પોલીસકર્મીને બેફામ ગાળો ભાંડી હતી અને વર્ષ 2022 માં તેને પકડનાર હેડ કોન્સ્ટેબલને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.













