અમરેલી: લીલીયા તાલુકાના વાઘણીયા ગામની હદમાં સૂચિત બાયોકેમિકલ ડિસ્પોઝલ પ્લાન્ટ (મેડિકલ અને કેમિકલ વેસ્ટ પ્લાન્ટ) તેમજ રેતી વોશિંગ સ્ટોકની પ્રવૃત્તિઓને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ્સનો વિરોધ કરવા માટે વાઘણીયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ગામની પર્યાવરણીય તેમજ જાહેર સુખાકારી જાળવવા માટે આ પ્લાન્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો એકસૂત્રે નિર્ણય લીધો છે.
કેમિકલ અને મેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે વિરોધનો વંટોળ
વાઘણીયા ગામની સીમમાં કેમિકલ અને મેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત સામે ગ્રામજનોએ સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી છે. ગ્રામજનોનું માનવું છે કે આ પ્રકારના જોખમી કચરાના નિકાલ માટેનો પ્લાન્ટ ગામની નજીક બનવાથી આસપાસના વિસ્તારની હવા, પાણી અને ખેતીની જમીન પ્રદૂષિત થવાનો ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. સ્થાનિકોના સ્વાસ્થ્ય અને પશુધન પર પણ તેની વિપરીત અસર પડવાની દહેશત હોવાથી ગ્રામજનોએ એકત્ર થઈને આ પ્લાન્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો ઠરાવ કર્યો છે અને ગામની હદમાં કોઈપણ સંજોગોમાં કેમિકલ વેસ્ટ પ્લાન્ટ ન બનવા દેવાની મક્કમ માંગ કરી છે.
રેતી વોશિંગ સ્ટોકથી વધતી મુશ્કેલીઓ અંગે ચિંતા

















