હિંમતનગર: ગુજરાતમાં વસ્તી સંતુલન જાળવવા અને સમાજમાં દીકરીઓની સંખ્યા વધારવાના ઉમદા હેતુ સાથે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિશ્વ ઉમિયાધામની પહેલને આગળ ધપાવતા હિંમતનગર ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવ દરમિયાન સમાજે નિર્ણય લીધો છે કે, હવે જે પરિવારોમાં ત્રીજા સંતાન તરીકે દીકરીનો જન્મ થશે, તેમને સમાજ તરફથી રૂ. 51,000 નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
ઘટતી વસ્તી અને દીકરીઓના જન્મદરની ચિંતા
પાટીદાર સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમાજની ઘટતી જતી વસ્તી અને ખાસ કરીને દીકરીઓની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય બની છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના આહ્વાનને સ્વીકારીને સમાજે આ નિર્ણય લીધો છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે, દીકરીને બોજ નહીં પરંતુ લક્ષ્મી સમજવામાં આવે અને તેના જન્મને ઉત્સવની જેમ ઉજવવામાં આવે તે જરૂરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ માત્ર આર્થિક સહાય આપવાનો જ નહીં, પરંતુ ત્રીજા સંતાનને લઈને લોકોમાં રહેલો ડર અને સંકોચ દૂર કરી સામાજિક વિચારધારા બદલવાનો છે.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ કર્યું શીલાપૂજન

















